મોરબી : મોરબીમાં નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિસ્કૂલમાં બે દિવસીય ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનાર યોજાયો હતો. મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિવિધ વિભાગોમાં સમયાંતરે ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનારનું આયોજન થતું હોય છે. તેના ભાગ રૂપે નવયુગ કિડ્સ અને નવયુગ પ્રિસ્કૂલ (ઈંગ્લીશ મિડિયમ)ના ટીચર્સ માટે ટીચર્સ ટ્રેઇનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પ્રથમ દિવસે રાજકોટના સાઇકોલીજીસ્ટ તેમજ મોટિવેશનલ સ્પીકર પ્રતિકભાઈ કાછડીયા એ માર્ગદર્શન આપેલ હતું. સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા એ પોતાના બહોળા અનુભવનો નિચોડ આપી બાળકોને કઈ રીતે અભ્યાસ કરાવવો તે અંગે માહિતગાર કર્યા હતા. સેમિનારના બીજા દિવસે ચાઈલ્ડ સાઇકોલીજીસ્ટ ડો. નિયતિ ભટ્ટ (લંડન) એ ચાઈલ્ડ સાઇકોલોજી તેમજ બાળકોને લગતા વિવિધ મુદ્દાઓ પર ટ્રેઇનિંગ આપેલ હતી. આ સેમિનારને સફળ બનાવવા પ્રિન્સિપાલ ડો. પરેચાબેન, કોર્ડિનેટર રશ્મિબેન, પિન્કીબેનએ જહેમત ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..