મહિલા પતંજલિ યોગ સમિતિ મોરબી દ્વારા આયોજન કરાયુંમોરબી : યોગગુરુ સ્વામી રામદેવજી મહારાજ તથા આચાર્ય બાલકૃષ્ણજીના શિષ્યા સાધ્વી દેવાદિતીજીના સાનિધ્યમાં દ્વિ-દિવસીય નિ:શુલ્ક: સર્વ રોગ નિવારણ યોગ વિજ્ઞાન શિબિરનું આયોજન મહિલા પતંજલિ યોગ સમિતિ મોરબી દ્વારા કરવામાં આવ્યું છે.આગામી તારીખ 25 અને 26 જાન્યુઆરી 2024ના રોજ સવારે 5-30 થી 7 વાગ્યા સુધી પટેલ કન્યા છાત્રાલય કેમ્પસ, નવા બસ સ્ટેશન પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે સર્વ રોગ નિવારણ યોગ વિજ્ઞાન શિબિરનું આયોજન કરાયું છે. જેમાં ભાઈઓ-બહેનોને રોગ અનુસાર યોગ-પ્રાણાયામ કરાવી યોગથી શરીર અને મન કેવી રીતે સારું રાખી શકાય તેની તાલીમ આપવામાં આવશે. આ અમુલ્ય યોગ શિબિરનો લાભ લેવા પતંજલિ યોગ સમિતિ દ્વારા સર્વેને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે, ભારતીબેન રંગપરીયા (સદસ્યા, ગુજરાત રાજ્ય કાર્યકારીણી) મો.નં. 98257 25222, મીનાબેન માકડીયા(મોરબી જિલ્લા પ્રભારી, મહિલા યોગ સમિતિ) મો.નં. 99792 37855, રણછોડભાઈ જીવાણી (જિલ્લા પ્રભારી, ભારત સ્વાભિમાન) મો.નં. 99092 02833નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. યોગ સાધકોએ શિબિરમાં સમયસર પધારવા અને યોગમેટ(શેતરંજી) તથા નોટ પેન સાથે લઈ જવા જણાવવામાં આવ્યું છે.આ યોગ શિબિરને સફળ બનાવવા નરશીભાઈ અંદરપા (યોગગુરૂ), સંજયભાઈ રાજપરા, ખુશાલભાઈ જગોદણા, જીલેશભાઈ કાલરિયા, વાલજીભાઈ ડાભી (કો-ઓર્ડિનેટર, ગુજરાત યોગ બોર્ડ) રૂપલબેન શાહ (યોગ કોચ, ગુજરાત યોગ બોર્ડ) તથા યોગ શિક્ષિક કાનજીભાઈ પંચાસરા, હરજીવનભાઈ છત્રોલા, વસંતભાઈ ચારોલા, દેવજીભાઈ મિસ્ત્રી, તેમજ યોગ શિક્ષિકા, કાન્તાબેન વડસોલા (કોષાધ્યક્ષ), પીનલબેન ચારોલા (સંગઠન મંત્રી) અનસુયાબેન હોથી (મહામંત્રી), તૃષાબેન સરડવા(સંવાદ પ્રભારી), ઉમાબા જાડેજા, પુનમબેન પટેલ, આશાબેન પટેલ, મધુબેન કલોલા, રીટાબેન ચાનપરા, શિલ્પાબેન અઘારા, માનસી ઘોડાસરા, રંજનબેન દેત્રોજા, જહેમત ઉઠાવી રહ્યા છે.