મોરબી : વિશાશ્રીમાળી જ્ઞાતિ-મોરબી દ્વારા મુંબઈની ટાટા મેમોરીયલ હોસ્પિટલના કેન્સર સર્જન વિક્રમભાઈ સંઘવીનો બે દિવસનો નિઃશુલ્ક કેન્સર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આર્થિક સહયોગી સ્વ. સરોજબેન પ્રફુલ્લચંદ્ર દોશી પરિવાર રહ્યો હતો. 34 વર્ષથી ચાલતા આ સેવાકેમ્પનો આ 176મો કેમ્પ હતો. કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટી ભાવેશભાઈ દોશી, વિમલભાઈ શાહ, અમિતભાઇ મહેતા તથા કારોબારીએ જહેમત ઉઠાવી હતી.