ત્રાજપર (ખારી) ખાતે રામામંડળ, હવન અને વરઘોડા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશેમોરબી : મોરબીના ત્રાજપર (ખારી) ગામે જૂના ઘુંટું રોડ પર આવેલ જય રામાપીર રામામંડળ ખાતે બાર બીજનો 5 મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બે દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની વણઝાર જોવા મળશે.કાર્યક્રમની વિગતો 18-5-2026 ને સોમવારના રોજ રાત્રે 9:00 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 19-5-2026 ને મંગળવારના રોજ સવારે શુભ ચોઘડિયે હવન યોજાશે. આ સાથે જ મંગળવારે સવારે 8:30 કલાકે ભગવાનનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવશે.પાટોત્સવના પાવન અવસરે મંગળવારે બપોરે 11:30 કલાકે રામદેવપીરના મંદિર, ત્રાજપર (ખારી) ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા જય રામાપીર રામામંડળ - ત્રાજપર (ખારી) દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. #Morbi #Trajpar #Ramdevpyer #Patotsav #ReligiousEvent #MorbiUpdate #GujaratNews