મોરબી : જામસર CRCની નાગલપર પ્રા. શાળા અને સમથેરવા પ્રા.શાળા વચ્ચે ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ નાગલપર પ્રા.શાળા ખાતે યોજાયો હતો. જેમાં જામસર CRC ચૌહાણ નરેન્દ્રસિંહ, તાલુકા શાળાના આચાર્ય સોલંકી વિનોદભાઈ અને મકતાનપર પ્રા.શાળા આચાર્ય અતુલભાઈ કારીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત થઈ હતી.ટ્વીનિગ પાર્ટનરશીપ અંતર્ગત શિક્ષકો દ્વારા જુદી-જુદી એક્ટિવિટી કરવામાં આવેલ હતી. જેમાં ધોરણ 6 થી 8 ના બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વ ભાગ લીધો હતો. ભાગ લેનાર તમામ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નાગલપર પ્રા.શાળા આચાર્ય નિનામા ચંપાબેનના માર્ગદર્શન થકી શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.