માળિયા (મિ.) : વિશ્વ હિંદુ પરિષદ-બજરંગદળ મોરબી દ્વારા મોરબી જિલ્લામાં શૌર્ય જાગરણ યાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ શૌર્ય જાગરણ યાત્રા માળિયા મિ. તાલુકાના જૂના ઘાંટીલા ગામે આવી પહોંચી હતી.જૂના ઘાંટીલા ગામે આજે 4 ઓક્ટોબરના રોજ શૌર્ય જાગરણ યાત્રાના રથનું આગમન થયું હતું. ગામ લોકોએ ઉત્સાહભેર રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જૂના ઘાંટીલાથી શૌર્ય જાગરણ યાત્રા આગળ વધી હતી.