વાંકાનેર મોરબી હાઇવે ઉપર લાલપર નજીક ટ્રક ચાલકે સ્કૂટી હડફેટે લીધું મોરબી : વાંકાનેર મોરબી હાઇવે ઉપર લાલપર નજીક સ્કૂટી લઈ પાનેલી રોડ ઉપર તાવો ખાવા જઈ રહેલા આધેડને કાળ બનીને આવેલા ટ્રક ચાલકે હડફેટે લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પાવનપાર્કમા રહેતા મુકેશભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ સ્કૂટી લઈને પાનેલી તરફ તાવો ખાવા માટે જતા હતા ત્યારે લાલપર નજીક હોનેસ્ટ હોટલ પાસે ટ્રક નંબર આરજે - 19 - GH - 8117ના ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મુકેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે તેમના પુત્ર યસ મુકેશભાઈ ચૌહાણે ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.