મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર ક્યૂટોન સીરામીક પાસે જીજે3વાય 4005 નંબરનો ટ્રક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કોઈ વાહન ચાલક આડો ઉતરતા તેને બચાવવા ટ્રક ચાલકે બ્રેક મારી હતી. જેના કારણે પલટી મારી ગયો હતો. અચાનક પલટી મારી ગયો હતો. અકસ્માતમાં કોઈ જા હાની ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.બનાવમાં એક વ્યક્તિને ઇજા પહોંચતા વાંકાનેર સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.બનાવને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો.ઘટનાની જાણ થતા વાંકાનેર સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રકને ક્રેનની.મદદથી સાઈડમાં લઈ જઈ વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો.