આઈવા ડમ્પરની બ્રેક ફેઈલ થતા અકસ્માત સર્જાયો, ટ્રાફિકજામમોરબી : મોરબીના શનાળા નજીક બાયપાસ ઉપર ભક્તિનગર ઓવરબ્રિજ ઉપર રેતી ભરેલો ટ્રક પલટી જતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી, અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે રાત્રીના સમયે મોરબીના શનાળા નજીક બાયપાસ ઉપર ભક્તિનગર ઓવરબ્રિજ ઉપર રેતી ભરેલા ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતા ટ્રક પલટી ગયો હતો. આ અકસ્માતને પગલે બાયપાસ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે આ દુર્ઘટનામા હાલ તુરત કોઈ જાનહાનીના અહેવાલો સાંપડ્યા નથી.