કારનો આગળનો ભાગ ટ્રક નીચે આવી ગયો : સદનસીબે મોટી જાનહાનિ ટળીમોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બરાબર વચ્ચે જ એક કપચી ભરેલો ટ્રક અચાનક પલટી મારી ગયો હોવાની ઘટના સામે આવી છે. ટ્રક પલટી ખાઈ જતા તેની પાછળ આવી રહેલી એક ફોર વ્હીલર કારનો આગળનો ભાગ ટ્રક નીચે દબાઈ ગયો હતો.આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કારમાંથી ડ્રાઈવર અને તેની બાજુમાં બેઠેલ વ્યક્તિ એમ બંને લોકો સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જેથી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. આ ઘટના સાંજના પીક અવર્સના સમયે અને ચોકડીની વચ્ચે જ બની હોવાથી થોડા સમય માટે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવીને વાહનવ્યવહાર પૂર્વરત કરાવ્યો હતો.#Morbi #MorbiUpdate #Mahendranagar #AccidentNews #MorbiNews #GujaratNews #TrafficUpdate #Safe