વહેલી સવારે આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડે દોઢેક કલાક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી મોરબી : મોરબી - કચ્છ હાઇવે ઉપર માળીયાના હરિપર નજીક કોલસા ભરેલા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા વહેલી સવારે ફાયર બ્રિગેડ મોરબીની ટીમ બનાવ સ્થળે દોડી જઈ દોઢેક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી - કચ્છ હાઇવે ઉપર માળીયાના હરિપર ઓવરબ્રિજ નજીક કોલસા ભરેલા ટ્રકમાં આગ લાગતા ટ્રકના તમામ ટાયર તેમજ કેબિનમાં આગ પ્રસરી હતી. બનાવની જાણ મોરબી ફાયર બ્રિગેડને કરવામાં આવતા મોરબી ફાયર બ્રિગેડ ટીમે દોઢેક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હોવાનું ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું હતું.