મોરબી : મોરબી હળવદ હાઇવે રોડ ઉપર નીચી માંડલ નજીક ટ્રક ચાલકે સીએનજી રિક્ષાને હડફેટે લેતા રિક્ષામાં બેઠેલા એક મુસાફરને ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ મૂળ માથક ગામના રહેવાસી અને હાલમાં મોરબીના ગાયત્રીનગરમાં રહેતા ઝાલાભાઇ ચંદુભાઇ રાઠોડ પોતાની સીએનજી રીક્ષા લઈ હળવદ - મોરબી હાઇવે ઉપર જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં રિક્ષામાં બેઠેલા નરેન્દ્રસિંહ નામના મુસાફરને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. વધુમાં આ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી ગયો હોય રીક્ષા ચાલક ઝાલાભાઈ રાઠોડે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ વી એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.