હળવદ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો: ડ્રાઈવરનો ચમત્કારિક બચાવમોરબી: મોરબી-હળવદ હાઈવે પર ચરાડવા અને કડીયાણા ગામ વચ્ચે હીરાવન ફાર્મ પાસે આજે સવારે અંદાજે 6:30 વાગ્યાના અરસામાં એક ટ્રકમાં અચાનક કોઈ કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે.સવારે વહેલી સવારે બનેલી આ ઘટનામાં ટ્રકને આગે પોતાની ચપેટમાં લેતા ભારે નુકસાન થયું હતું અને ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં સમયસૂચકતાને કારણે ટ્રક ડ્રાઈવરનો બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતા જ હળવદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.#Morbi #Halvad #TruckFire #AccidentNews #MorbiUpdates #GujaratNews