મોડીરાત્રે સળગેલા ટ્રકની આગ બુઝાવવા બે કલાક પાણીનો મારો ચલાવવો પડ્યો મોરબી : મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ એક કારખાનામાં ગતરાત્રીના સમયે એક ટ્રકની કેબિનમાં આગ લાગતા પળવારમાં આગ વિકરાળ બની હતી અને ઘટનાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડ ટીમે બે કલાક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ બ્લ્યુ આર્ટ નામની ફેકટરીમાં ટ્રક નંબર જીજે 36-ટી-8081ની કેબિનના ભાગમાં કોઈ કારણોસર આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. વધુમાં મોડીરાત્રીના 12 વાગ્યા બાદ લાગેલી આગ કાબુમાં લેવા સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી મોરબી ફાયર ટીમે આગ બુઝાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..