મોરબી : મોરબી રેલવે સ્ટેશન રોડ ઉપર ગતરાત્રીના તોતિંગ વૃક્ષ ધરાશયી થતા કન્ટેનર ટ્રકની કેબિનનો કડૂસલો બોલી ગયો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી રેલવે સ્ટેશન રોડ ઉપર નવલખી ફાટક તરફ પાર્ક કરેલા કન્ટેનર ટ્રક ઉપર ગત મોડીરાત્રે તોતિંગ વૃક્ષ ધરાશયી થતા ટ્રકની કેબિનો ભુક્કો બોલી ગયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળે છે.