મોરબી : સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાના ધર્મ પત્ની માતુશ્રી વીરબાઈ માઁની પૂણ્ય તિથિ નિમિત્તે આવતીકાલ તા.13-11-2025 ને ગુરુવારના રોજ મોરબી જલારામ ધામ ખાતે ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રીહરી પરિવાર)ના સહયોગથી ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સાંજે 4 થી 6 કલાક દરમિયાન ધૂન-ભજન, સુંદર કાંડના પાઠ તેમજ પૂ.જલારામ બાપા તથા માતુશ્રી વીરબાઈ માઁની મહા આરતી ત્યારબાદ મહાપ્રસાદ યોજવામાં આવશે.