કાર્યક્રમમાં અત્યાર સુધીમાં અભ્યાસ કરેલ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને માધ્યમથી આમંત્રણ પાઠવવામાં આવ્યુંમોરબી : મોરબીના ખાખરાળા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના 100 વર્ષ પૂર્ણ થતા તા. 2-5-2025 ને શુક્રવારના રોજ સવારે 8 કલાકે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શતાબ્દી મહોત્સવ, ગુરુ વંદના અને સ્નેહમિલન જેવા કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં અભ્યાસ કરીને ગયેલા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને માધ્યમથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તેમજ આ શાળામાં જે આચાર્ય અને શિક્ષકોએ સેવા આપી છે એ તમામને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમા મહામંડલેશ્વર 1008 કનકેશ્વરીદેવીજી(ખોખરાધામ-બેલા), તેમજ મૂળ ખાખરાળાના અને આધ્યાત્મિક ગુરુ અને જેમના અઢળક પુસ્તકોથી આપણે સૌને આધ્યાત્મિક અને યોગનું માર્ગદર્શન મળે છે તેવા શાંતિ નિકેતન આશ્રમ - જોધપરના ભાણદેવજી મહારાજ, નકલંક મંદિર - બગથળાના મહંત દામજી ભગત ઉપસ્થિત રહી શ્રોતાને આશીર્વચન આપશે. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ આચાર્ય કે શિક્ષકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે. કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર 9898643235 અને 9879035089 પર ચોક્કસ કરાવવાનું રહેશે. ત્યારે ભૂતપૂર્વ આચાર્ય કે શિક્ષક જો હયાત ના હોય તો તેમના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આ સન્માન માટે હાજર રહેવા જણાવવામાં આવે છે.