મોરબી : બીલીયા(જુના) ખાતે સમસ્ત રાચડીયા (વ્યાસ) પરિવાર દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તા. 20-4-3025 ને રવિવારના રોજ રાચડીયા (વ્યાસ) પરિવારના સુરાપુરા દાદા મુળચંદ દાદાના સાનિધ્યમાં મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે મહાયજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બહોળી સંખ્યામાં ભાવી ભક્તોએ હાજરી આપી હતી અને દાદાના યજ્ઞ, મહાપસાદ, મહા આરતીનો લાભ લીધો હતો.