ત્રિપુટીએ વાંકાનેરના કોઠી ગામમાંથી થ્રેસર ચોર્યું હોવાનું કબુલતા વધુ એક ફરિયાદવાંકાનેર : વાંકાનેર તાલુકામાં ટ્રેક્ટરની ટ્રોલી, રોટાવેટર અને થ્રેસર મશીન સહિતના સાધનોની ચોરી કરતી તસ્કર ત્રિપુટીને વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી લઈ અલગ અલગ ત્રણ ચોરીના બનાવના ભેદ ઉકેલી નાખ્યો હતો.જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાથી અગાઉ ટ્રેકટર ટ્રોલી, રોટાવેટર, થ્રેસર સહિતના સાધનો ચોરઇ જતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી જે દરમિયાન હળવદ તાલુકાના ખેતરડી ગામના આરોપી સોંડાભાઈ શિવાભાઈ સેફાત્રા, રાહુલ ઉર્ફે ભૂરાભાઈ બચુભાઇ સેફાત્રા અને વાંકાનેરના કોઠી ગામે રહેતા સાજણ રણમલભાઈ ઉર્ફે જુગાભાઈ ભરવાડ નામના આરોપીઓએ આ ચોરીને અંજામ આપ્યો હોવાની બાતમીને આધારે ત્રણેય શખ્સને પકડી પાડવામાં આવતા આરોપીઓએ ચોરીની કબૂલાત આપતા પોલીસે ટ્રેકટર ટ્રોલી, રોટાવેટર, થ્રેસર અને એક બાઈક મળી કુલ રૂપિયા 1,25,000નો મુદ્દામાલ કબજે કરી ત્રણેયની ધરપકડ કરી થ્રેસર ચોરી મામલે કોઠી ગામના ગુલામઝયનુલ આબેદીન નૂરમામદ બાદીની વધુ એક ફરિયાદ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ દાખલ કરી તપાસ શરૂ કરી છે.