મોરબીના મકરાણીવાસ નજીક વર્લી ફીચરના આંકડા લખતા એક પકડાયો મોરબી : મોરબી પોલીસ તંત્ર દ્વારા શહેર અને જિલ્લામાં જુગાર અંગે બે દરોડા પાડી ટંકારામાં તીનપતિ રમતી ત્રિપુટી અને મોરબીના મકરાણીવાસમાંથી વરલી ફીચરના આંકડા લખતા એકને ઝડપી લીધો હતો. ટંકારના વીરપર ગામે નદીના પટ્ટમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પ્રભુભાઈ પરશોત્તમભાઈ ઉઘરેજા, મગનભાઈ ભાણાભાઈ રાકાણી અને રવજીભાઈ રતાભાઈ બાવરવાને ટંકારા પોલીસે રોકડા રૂપીયા 1520 સાથે ઝડપી લીધા હતા. જયારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મકરાણીવાસમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી તે ઉપર પૈસાની લેતીદેતી કરી નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ઇસ્માઇલ હુશૈનભાઇ બ્લોચને રોકડા રૂપિયા 200 સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..