મોરબી અપડેટ : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબી લોહાણા સમાજના મહિલા અગ્રણી સ્વ. માલાબેન જીતેન્દ્રભાઈ કક્કડનું તાજેતરમાં અવસાન થતા સદગતના અત્માની શાંતિ અર્થે જીતેન્દ્રભાઈ કક્કડ (R.K.), અર્જુનભાઈ કક્કડ, લખનભાઈ કક્કડ સહીતના પરિવારજનો દ્વારા સદાવ્રતમાં 13 દિવસ સુધી મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ તકે ગીરીશભાઈ ઘેલાણી, ભુપતભાઈ રવેશિયા, નૈમિષભાઈ પંડિત, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, ભાવીનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, કલ્પેશભાઈ રવેશિયા, કીશોરભાઈ ચંડીભમર, હિમાંશુભાઈ રવેશિયા, નિર્મિતભાઈ કક્કડ, વિવેક ભાઈ પટેલ, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, વિપુલભાઈ પંડિત, સુનિલભાઈ પુજારા, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, સહીતના અગ્રણીઓએ સદગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.