સ્પર્ધામાં ધોરણ 5 થી 8ના એમ મળીને કુલ 46 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતોવાંકાનેર : તારીખ 13 ઓગસ્ટ ને મંગળવારના રોજ મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ડો. આરીફ શેરશિયા તથા તમાકુ સેલના તેહાનભાઈ શેરસિયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત શેખરડી પ્રાથમિક શાળામાં ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું.શાળામાં કુલ 218 વિદ્યાર્થીઓમાંથી ધોરણ 5 થી 8 ના મળીને કુલ 46 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડૉ. વિશાળ શિલુએ વિદ્યાર્થીઓને તમાકુના વિવિધ પ્રકારના વ્યસન કરવાથી શરીર પર થતી શારીરિક અસરો તથા ભયંકર રોગો વિશે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ સોશ્યલ વર્કર તેહાન શેરશિયા દ્વારા વ્યસન કરવાથી સમાજ પર થતી અસરો તથા આર્થિક નુકશાન અંગે આંકડાકીય માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, કંપાસ, બોટલ, પેન, પેન્સિલ જેવા પ્રોત્સાહન તરીકે ઇનામો આપવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા RBSK ટીમ જેમાં ડો.વિશાલ શિલુ, ડો.બંશી થોરિયા, નસરુલા ભોરાનિયા તથા HWC- શેખરડી ના CHO સરફરાઝભાઈ તથા PHC દલડીના સુપરવાઈઝર રાયધનભાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. શાળાના આચાર્ય વાલમભાઈ કટારા દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં ક્યારેય વ્યસન ન કરવા ખાસ અનુરોધ કર્યો હતો. તથા કાર્યક્રમના અંતે FHW નિધિબેન દ્વારા વ્યસન ન કરવા અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. તેમજ બધા બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.