મોરબી : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસના પ્રાંગણમાં કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસે રાજકોટ ડીવીઝન એસએસપી પરમારનાં માર્ગદર્શન હેઠળ મોરબીમાં મુખ્ય પોસ્ટ ઓફીસ સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. આ વૃક્ષારોપણ એસ.પી.એમ. મહેતા અને રાવલભાઈની સાથે એ.પી.એમ. ઠોરીયાભાઈ તેમજ પ્રભાતભાઈ ડાંગર એ જહેમત ઉઠાવી હતી. મોરબી એમડીજીમાં ૭૦ કર્મચારીઓ છે અને આ ઓફિસના પ્રાંગણમાં ૭૦ વૃક્ષોનું રોપણ કરી ઉમદા કાર્ય કરેલ છે. મુખ્ય પોસ્ટ ઓફિસમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ દીવસની ઉજવણી કરેલ છે. આ કાર્યમાં નદાસીયાભાઈ, પ્રમોદભાઈ અને જગદીશભાઈએ સફળતાપુર્વક કામગીરી હાથ ધરી હતી. તેમ મોરબી એમડીજીની યાદીમાં જણાવાયું છે.