મોરબી : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પુર્વ એગ્રીક્લ્ચર મીનીસ્ટર ગુજરાત રાજ્ય અને હાલના રાજકોટના એમ.પી. મોહનભાઇ કુંડારીયા ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ વિજ્ઞાન કેંદ્રનાં સ્ટાફ સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ ડી. એ. સરડવા, વિષય નિષ્ણાંત ડો. હેમાંગીબહેન ડી. મહેતા અને ડો. એ. એચ. સિપાઇ, એગ્રીકલ્ચર ઓફિસર જી. એસ. ઝાલા અને વી. વી. ઠાકોર, કોમ્પ્યુટર ઓપરેટર શ્વેતા એ. ભટ્ટ, જીલ્લા ખેતીવાડી અધિકારી ગજેરા અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર અનિલભાઇ એરવાડીયા અને ખેડુત મનસુખભાઇ મોરડીયા સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરેલ હતુ અને કૃષિ વિજ્ઞાન કેંદ્ર - ગોરખીજડીયાના પટાંગણમાં ૫૧ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ બદલાતા ખેત આબોહવામાન અને જળ-વાયુ પરિવર્તનની ગંભીર સમસ્યાને ધ્યાને લઇ દરેક નાગરીકે વધારેમાં વધારે વૃક્ષારોપણ કરી માનનિય વડપ્રધાન નરેન્દ્ર મોદીની ઝુંબેશ 'વૃક્ષો વાવો – સમૃદ્ધિ લાવો' ને આગળ ધપાવવા જાહેર જનતાને અપીલ કરેલ તથા કૃષિ વિજ્ઞાન કેંદ્રનાં સ્ટાફને બિરદાવેલ હતા.