મોરબી : મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ તથા શ્રી ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ મોરબી દ્વારા પર્યાવરણ જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે ભરતનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરતનગર ગામના સરપંચ વિઠ્ઠલભાઈ પાંચોટીયા, ઉપ સરપંચ સવજીભાઈ સુરાણી સહકારી મંડળીના પ્રમુખ નવીનભાઈ ફેફર તથા ભરતનગર પી.એચ.ડી.ના કર્મચારીઓ તથા ભરતનગર ગામના ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી અને આ વૃક્ષારોપણ કાર્યક્રમને વેગ આપવા સહયોગ આપ્યો હતો.