મોરબી : મોરબીના જેલ રોડ ઉપર આવેલ રબારી વાસમાં આજે સાંજે ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું છે. આ વૃક્ષ વીજ તાર ઉપર પડતા વીજ તારને પણ નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે અચાનક ભારે પવન સાથે વરસાદ અને કરા પડતા અનેક જગ્યાએ નાનું મોટું નુકસાન સર્જાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.