મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ વૃક્ષ પડવાની ઘટના સામે આવી છે. ત્યારે મોરબી શહેરમાં ટાઉનહોલની સામે ભવાની સોડાની સામે એક મહાકાય વૃક્ષ ધરસાઈ થઈ ગયું છે. રસ્તા પર વૃક્ષ પડતા ત્યાં વાહન વ્યવહાર પણ બંધ કરવો પડ્યો હતો. જો કે કોઈ મોટી જાનહાની થઈ હોવાની માહિતી નથી.આ ઉપરાંત નાની વાવડીના કબીર આશ્રમ પાસે ભારે વરસાદના કારણે વિશાળ વૃક્ષ ધરાસાઈ થઈ ગયું છે. વૃક્ષ રસ્તાની વચ્ચે પડતા રસ્તો બંધ થઈ ગયો હતો.