જિલ્લાકક્ષાની આ લાયબ્રેરીમાં નોંધાયેલ છે 4500 વાંચક સભ્યો : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓ માટે લાયબ્રેરી આશીર્વાદરૂપમોરબી : આજના મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં તમામ માહિતી આંગળીના ટેરવે ઉપલબ્ધ બનતા લોકો વાંચનથી વિમુખ થઇ રહ્યા છે ત્યારે મોરબી શહેરમાં આવેલ જિલ્લાકક્ષાની લાયબ્રેરીએ આજે પણ પોતાનું અસ્તિવ જાળવી રાખી વાંચનપ્રેમી લોકોને પુસ્તકો સાથે જોડી રાખ્યા છે.વિવિધ પ્રકારના 25,000 જેટલા પુસ્તકોનો ખજાનો ધરાવતી આ લાયબ્રેરીમાં દરરોજ નિયમિત રીતે 70થી 80 વાંચકો આવી રહ્યા છે. સાથે જ યુપીએસસી અને જીપીએસસી સહિતની પરીક્ષાઓ આપતા ઉમેદવારો અને અભ્યાસુ લોકો પણ અહીં નિયમિત વાંચનનો લાભ લઇ રહ્યા છે.મોરબી શહેરના તાલુકા સેવા સદન ખાતે આવેલ જિલ્લા ગ્રંથાલયના ક્લાર્ક સ્નેહાબેન જાદવ જણાવે છે કે, વર્ષ 2023માં ગ્રંથાલયને તાલુકા કક્ષમાંથી જિલ્લાકક્ષાનો લાભ મળ્યો છે. અગાઉ અહીં નોવેલ, ઇતિહાસ, કાવ્ય, વાર્તા, ધાર્મિક, સામાજિક સહિતના 22,000 જેટલા પુસ્તકો હતા જેમાં જિલ્લાકક્ષાનું ગ્રંથાલય થતા 3000 જેટલા પુસ્તકોનો વધારો થતા હાલમાં પુસ્તકોની સંખ્યા 25,000 થવા પામી છે. અહીં મહિલાઓ અને પુરુષો માટે અલાયદી બેઠક વ્યવસ્થા હોવાથી અહીં આવતા નિયમિત વાંચકોને શાંતિપૂર્ણ માહોલમાં પુસ્તકો વાંચવાની સુવિધા મળી રહે છે.સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે 3000 પુસ્તકોમોરબીના જિલ્લા કક્ષાના ગ્રંથાલયમાં કુલ 25000 પુસ્તકો છે. જેમાં 3000 જેટલા પુસ્તકો તો ફક્ત ને ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પ્રીતિબેન નામના સભ્યએ જણાવ્યું હતું કે, તેઓ જીપીએસસી ક્લાસવન અધિકારીની તૈયારી કરે છે. તેઓ નિયમિત અહીં વાંચન માટે આવે છે.અહીંનો સ્ટાફ ખુબ જ સારો હોવાનું સાથે કેટલીક વખત પુસ્તકો ઉપલબ્ધ ન હોય તો લાયબ્રેરી દ્વારા આવા પુસ્તક વસાવવામાં આવતા હોવાનું પણ તેમને જણાવ્યું હતું.મહિલાઓ અને પુરુષો માટે અલાયદી વ્યવસ્થાસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સોનલબેન ગઢવી નામની યુવતીએ જણાવ્યું હતું કે, મોરબી ખાતે આવેલ જિલ્લા ગ્રંથાલયમાં હું હાલમાં ક્લાસવન અને ક્લાસ ટુની તૈયારી માટે નિયમિત આવું છું.અહીં મહિલાઓ અને પુરુષો માટે અલાયદી વ્યવસ્થા હોવાની શાંતિ સાથે નીરવ શાંતિ હોય અહીં એકાગ્ર બનીને વાંચવા મળતું હોવાથી તેઓ અહીં જ તૈયારી કરી રહ્યા છે. સાથે જ ગ્રંથાલયના સ્ટાફ અને અહીં આવેલ પુસ્તકોનો ખજાનો તેમના માટે ખુબ જ ઉપયોગી હોવાનું જણાવ્યું હતું.નોવેલ અને ધાર્મિક પુસ્તકો સૌથી વધુ વંચાઈ છેમોરબીના જિલ્લા ગ્રંથાલયમાં 25 હજાર જેટલા પુસ્તકોનો ખજાનો ઉપલબ્ધ છે. ગ્રંથાલયના ક્લાર્ક સ્નેહાબેન જણાવે છે કે, અહીં ઝવેરચંદ મેઘાણીથી લઈ આજના સમયના લેખકોના પુસ્તકો ઉપલબ્ધ છે. જો કે, પુસ્તકાલયમાં હાલમાં સૌથી વધુ વાંચકો નોવેલ અને ધાર્મિક પુસ્તકો જ વાંચવા લઇ જતા હોવાનું તેમને જણાવ્યુ હતું. હાલમાં પુસ્તકાલયમાં 4500 જેટલા સભ્યો નોંધાયેલ હોવાનું તેમને જણાવ્યું હતું.પુસ્તકાલયની સભ્ય ફી વાર્ષિક માત્ર 21 રૂપિયાઆજના મોંઘવારીના સમયમાં વર્તમાનપત્રની કિંમત રૂપિયા 5 જેટલી છે ત્યારે મોરબીમાં પુસ્તકોનો ખજાનો ધરાવતા જિલ્લા ગ્રંથાલયમાં વાંચક પાસેથી પ્રતિવર્ષની સભ્ય ફી રૂપિયા 21 લેખે પાંચ વર્ષના 110 રૂપિયા વસુલવામાં આવે છે. નોંધનીય છે કે,મોરબીના કોઈપણ અધિકારીના લેટરપેડ પર જો વાંચક સભ્ય થવાની ભલામણ લઈને આવે તો માત્ર રૂ.50માં જ પાંચવર્ષનું સભ્યપદ આપવામાં આવે છે.