મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - જૂનાગઢ ,કૃષિ યુનિવર્સિટી મોરબી ખાતે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમનું આયોજન ખેતી સંલગ્ન વિભાગના અધિકારી કર્મચારી માટે કરવામાં આવેલ હતું. આ તાલીમમાં મોરબી જિલ્લાના વિસ્તરણ કાર્યકર ,ખેતી અધિકારી , મદદનીશ ખેતી નિયામક કોર ડીયા ,મદદનીશ બાગાયત નિયામક, મદદનીશ પશુપાલન નિયામક ,નાયબ ખેતી નિયામક પરસાનીયા ,જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌહાણ , આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર વાદી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડી એ સરડવા એ ભાગ લીધેલ .આ તાલીમમાં સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ ખેતી નિયામક બી.એમ.પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેની તલસ્પર્શી સરળ અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ દાજી બાપુએ પણ આ તાલીમમાં તાલીમાર્થીઓને માહિતી આપેલ અને તાલીમના અંતે આભારવિધી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવા દ્વારા કરવામાં આવી હતી.