મોરબી : હાલ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે હલકા ધાન્ય અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ સપ્તાહની ઉજવણીના અંતિમ દિવસે આજે 16 સપ્ટેમ્બરના રોજ હલકા ધાન્યનું ખોરાકમાં મહત્વ અને તેમાંથી બનતી જુદી જુદી વાનગીઓ અંગે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એ.એમ. રાંકજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.