નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ પૂર્વે વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા આચાર્યો અને શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશેમોરબી : પ્રવૃત્તિલક્ષી અને સમગ્રલક્ષી શિક્ષણ માટે જાણીતા મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં ચાલતા વિવિધ પ્રકલ્પો પૈકીના એક 'પ્રશિક્ષણ' અંતર્ગત આગામી તારીખ 2 થી 6 જૂન દરમિયાન શિક્ષકો અને આચાર્યો માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નવા શરૂ થતા શૈક્ષણિક વર્ષ પહેલાં આચાર્યો અને શિક્ષકોને વિવિધ વિષયો પર સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુથી નિષ્ણાતો દ્વારા સઘન તાલીમ આપવામાં આવશે.આ પાંચ દિવસીય આચાર્ય-શિક્ષક તાલીમ કાર્યક્રમનું સમયપત્રક અને વિષયો નીચે મુજબ રહેશેપ્રશિક્ષણ દિવસ 1 (તા. 2 જૂન, સમય: સવારે 08:00 થી 12:00):વાત વ્યવસ્થાપનની, સંગઠનથી સફળતા તેમજ મુખ્ય વ્યક્તિઓ અને શિક્ષકો શાળાનો અરીસો (વ્યક્તિત્વ વિકાસ) જેવા વિષયો પર માર્ગદર્શન અપાશે.પ્રશિક્ષણ દિવસ 2 (તા. 3 જૂન, સમય: સવારે 08:00 થી સાંજે 05:00):ભાષા સજ્જતા અંગે તાલીમ અપાશે, જેમાં તમામ વિષયો માટે જરૂરી એવી માતૃભાષા ગુજરાતીની અસરકારકતા પર ભાર મૂકવામાં આવશે.પ્રશિક્ષણ દિવસ 3 (તા. 4 જૂન, સમય: સવારે 08:00 થી 12:00):સહજ શિસ્ત (શિસ્ત અનિવાર્ય છે, શિસ્ત થકી શ્રેષ્ઠતા), કો-એજ્યુકેશન (અનિવાર્યતા અને સાવચેતી) અને સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ (ERP) ની ટ્રેનિંગ આપવામાં આવશે.પ્રશિક્ષણ દિવસ 4 (તા. 5 જૂન, સમય: સવારે 08:00 થી 12:00):શાળાના વાર્ષિક શૈક્ષણિક આયોજન અને વહીવટી સજ્જતા વિશે ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવશે.પ્રશિક્ષણ દિવસ 5 (તા. 6 જૂન, સમય: સવારે 08:00 થી 12:00):પરિચય બેઠક, કાર્ય-કટિબદ્ધતા (સાર્થક સંવિધાન) અને તન અને મનની દુરસ્તી (તન-મંદુરસ્તી) જેવા સત્રો સાથે તાલીમનું સમાપન થશે.#Morbi #MorbiUpdate #SarthakVidyamandir #TeachersTraining #Education #MorbiNews