ટ્રાફિક પોલીસે રોડ વચ્ચે પડેલા ભારે વાહનને ક્રેનની મદદથી સાઈડમાં ખસેડી રસ્તો સુરક્ષિત કર્યોમોરબી અપડેટ : મોરબી-વાંકાનેર હાઇવે પર રાણેકપર ગામના પાટીયા પાસે આવેલ CALDAR'YS અને IBZA કંપનીના ગેટ સામે એક ભારે વાહન (ટ્રેલર) પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતગ્રસ્ત ટ્રેલર રોડની વચ્ચોવચ્ચ પડેલું હોવાથી અન્ય વાહનો અથડાવાની અને ગંભીર અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા હતી.ટ્રાફિક શાખાના PSI ડી. બી. ઠકકર અને હેડ કોન્સ્ટેબલ અમુભાઈ મિયાત્રા પેટ્રોલિંગમાં હતા ત્યારે આ ઘટના નજરે પડતા તેઓએ તુરંત જ નેશનલ હાઈવેની ટીમ (વઘાસીયા) નો સંપર્ક કરી તેમને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક ધોરણે રસ્તા પર સેફટી કોન લગાવવામાં આવ્યા હતા અને ક્રેન મારફતે ટ્રેલરને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.ટ્રાફિક પોલીસ, નેશનલ હાઈવેની ટીમ તેમજ ટોલનાકાના પૃથ્વીરાજસિંહ, દિગ્વિજયસિંહ તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવીને ટ્રેલરને રોડની સાઈડમાં ખસેડવામાં આવ્યું હતું. પોલીસની આ ત્વરિત કામગીરી અને સમયસૂચકતાને કારણે હાઇવે પર અન્ય કોઈ ગંભીર અકસ્માત બનતો અટકાવી શકાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ બનાવમાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચ્યાના અહેવાલ નથી.#Morbi #Wankaner #HighwayAccident #MorbiPolice #TrafficPolice #RoadSafety #MorbiUpdate #MorbiNews #GujaratNews