સુંદરગઢ ગામના પુલ નજીક બનેલી ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હળવદ : હળવદ -મોરબી હાઇવે પર સુંદરગઢ ગામના પુલ પાસે બે દિવસ પૂર્વે રાત્રીના સમયે એક ટ્રક ટ્રેઇલર ચાલકે બફામગતિએ પોતાનું ટ્રેઇલર ચલાવી રોડ પર જતી ઇકો કારને હડફેટે લીધા બાદ રોડ પર પગપાળા જતા રાહદારીને કચડી નાખતા અકસ્માતના બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ -મોરબી હાઇવે પર તા.14ના રોજ રાત્રીના સમયે સુંદરગઢ ગામના પુલ ઉપર RJ-02-GC-0209 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે બેફામ ગતિએ પોતાનું ટ્રક ટ્રેઇલર ચલાવી રોડ પર પસાર થતી GJ-36-AP-9618 નંબરની ઇકો કારને ટક્કર મારી બાદમાં રોડ પર ચાલીને જઈ રહેલા નાનજીભાઇ લખમણભાઇ સોલંકીને હડફેટે લઇ પોતાના ટ્રક ટ્રેઇલરના ટાયરો નીચે કચડી નાખતા નાનજીભાઈનું ઘટના સ્થેળ જ મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ ટ્રક ટ્રેઇલર ચાલક વાહન મૂકી નાસી ગયો હતો.ઘટના અંગે મૃતકના ભત્રીજા મનસુખભાઇ ગોરધનભાઇ સોલંકી રહે.મેરુપર, તા.હળવદ વાળાઓએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.