ફેક્ટરીઓના તાળા તોડવાનો પ્રયાસ, ઘટના સીસીટીવીમાં કેદમોરબી : મોરબીના રાજપર રોડ ઉપર મોડી રાત્રીના 2 વાગ્યે તસ્કરોએ ધામાં નાખી ફેકટરીઓમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બેથી ત્રણ દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. જેને કારણે તસ્કરો પણ આ તકનો લાભ લેવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા ત્રણેક દિવસમાં ઘણી જગ્યાએ તસ્કરોએ ચોરીના પ્રયાસ કર્યાની ઘટનાઓ સામે આવી છે.