મોરબી : મોરબી જીલ્લા ટ્રાફિક શાખા તથા મોરબી તાલુકા પો.સ્ટે. દ્વારા ઘુંટુ નવસર્જન વિદ્યાલય ખાતે ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. પોલીસ અધીક્ષક રાહુલ ત્રીપાઠીની સુચનાથી મોરબી જીલ્લામાં ગંભીર પ્રકારના રોડ અકસ્માતના બનાવો બનતા અટકાવવા માટે તેમજ ઓવર સ્પીડના કારણે થતા અકસ્માત અંગે લોકોને તથા સ્કુલના વિધાર્થીઓને જાગૃત કરવા માટે આજરોજ નવસર્જન વિદ્યાલય ઘુંટુ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં ટ્રાફીક સેફટી રૂલ્સ જેમ કે, હેલ્મેટ ફરજીયાત પહેરવું, ફોર વ્હીલમાં સીટ બેલ્ટ ફરજીયાત પહેરવો તેમજ ટ્રાફીકના નિયમોનું પાલન કરવા અંગેના સુચનો આપવામાં આવ્યા હતા. ટ્રાફિકના નિયમોનુ પાલન નહી કરી તેનાથી થતા અકસ્માતના બનાવોથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિધાર્થીઓને રોડ સેફટીના વિડીયો બતાવવામાં આવ્યા હતા.