મોરબી : મોરબીની નજીક આવેલ જોધપર નદી ગામના જાગૃત યુવાનોએ ગામમાં દવા છંટકાવ કરવા માટે ટ્રેકટર પંપ બનાવ્યો હતો. ત્યારે હાલમાં કોરોનાની મહામારી હોવાથી ગામને જંતુમુક્ત કરવા માટે આ ટ્રેકટર પંપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં કોરોના મુક્ત દવા લાવીને આ ટ્રેકટર પંપમાં નાખીને આખા ગામમાં દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો. જેમાં રાજપરા અશોકભાઈના ટ્રેકટર દ્રારા કોઈપણ પ્રકારનો ચાર્જ વગર ઉપસરપંચ જયેશભાઈ તથા મનોજ રાજપરા દ્વારા જાતે સવારથી લઈને સાંજ સુધી કોરોનાની દવાનો ગામની તમામ શેરીમાં અને મોટા ઘરોમાં છટકાવ કરીને આખા ગામને જંતુમુક્ત કરવામાં આવ્યું હતું.