૮૫થી વધુ ઉંમર ધરાવતા ૭૬૧૧ મતદારો, ૫૦૩૨ દિવ્યાંગ મતદારો : ૮૫ વર્ષથી વધુ ઉમર ધરાવતા તથા ૪૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો ઘરે બેઠા મતદાન કરી શકશેમોરબી : મોરબી જિલ્લામાં કુલ ૮.૨૮ લાખ મતદારો લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે. આ ઉપરાંત ચૂંટણી પંચે જાહેર કર્યા મુજબ ૮૫ વર્ષથી વધુ ઉમર ધરાવતા તથા ૪૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો ઘરે બેઠા મતદાન કરી શકશે.મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૩-વિધાનસભા મતવિસ્તારના પુરૂષ મતદારો ૪૨૭૮૬૯ સ્ત્રી મતદારો ૪૦૦૩૪૧ થર્ડ જેન્ડર મતદારો ૧૦ મળી કુલ મતદારોની સંખ્યા ૮૨૮૨૨૦ છે.વિધામસભા બેઠક વાઇઝ જોઈએ તો ૬૫- મોરબી બેઠકમાં ૧૫૦૨૮૦ પુરુષ, ૧૩૯૬૮૬ મહિલાઓ અને ૮ થર્ડ જેન્ડર મળી કુલ ૨૮૯૯૭૪ મતદારો, ૬૬-ટંકારામાં ૧૨૯૭૫૬ પુરુષ, ૧૨૨૦૯૮ મહિલાઓ મળી કુલ ૨૫૧૮૫૪ મતદારો, ૬૭-વાંકાનેરમાં ૧૪૭૮૩૩ પુરુષ, ૧૩૮૫૫૭ મહિલાઓ અને ૨ થર્ડ જેન્ડર મળી કુલ ૨૮૬૩૯૨ મતદારો છે.જિલ્લામાં વરીષ્ઠ નાગરીક મતદારો કે જેમની ઉંમર ૮૫ વર્ષ અથવા તેનાથી વધુ છે તેમની સંખ્યા ૭૬૧૧ છે. જિલ્લામાં દિવ્યાંગ મતદારોની સંખ્યા ૫૦૩૨ છે. મોરબી જિલ્લામાં જે અરજદારોએ મતદારયાદીમાં તેઓના નામ દાખલ કરવા માટે કે સુધારા વધારા માટે ફોર્મ ભરવામાં આવેલ છે તેવા મતદારોને પોસ્ટ મારફત ચૂંટણીકાર્ડ ઘરબેઠા મળી રહેશે. જે કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાના ચૂંટણીકાર્ડ વિતરણ કરવા માાટે પોસ્ટ ઓફીસને સબંધીત મતદાર / મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરફથી આપી દેવામાં આવેલ છે. જે તમામ ચૂંટણીકાર્ડ મતદારોને ઘરબેઠા મળી જશે.