પૂર્વ ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હાથે ભગવો ખેસ ધારણ કરી ભાજપમા જોડાયા મોરબી : મોરબી જિલ્લા વહીવંચા બારોટ સમાજની કારોબારી સમિતિમાં જુના હોદ્દેદારોની મુદ્દત પુરી થતા નવી કારોબારી સમિતિની રચના કરવા માટે જનરલ સભા પાટીદાર હોલ, શનાળા ખાતે યોજાઈ હતી. જેમાં પ્રમુખ અઘ્યક્ષ ઉપપ્રમુખ મંત્રી ખજાનચી સહિત કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ સમાજને લગતા કામકાજ અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી. આ ચર્ચા બાદ વહીવંચા બારોટ સમાજના હોદ્દેદારો સહિત 70 યુવાનો ભાજપમાં જોડાયા હતા. તારીખ 3 ઓગસ્ટના રોજ સાંજે પાંચ કલાકે મોરબીના ઉમા ટાઉન શીપ સ્થિત પૂર્વ ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ ખાતે મોરબી જિલ્લા વહીવંચા બારોટ સમાજના આગેવાનો સહિત કુલ 70 વધુ યુવાનોએ પૂર્વ ઘારાસભ્યના હાથે ભગવો ખેસ ધારણ કરી વિઘીવત રીતે ભાજપ પક્ષમા જોડાયા હતા. ત્યાર બાદ સ્થળ પર જ ભાજપના મેમ્બર બન્યા હતા, જે બદલ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne