મોરબી : મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા માસ સેમ્પલીંગ લેવામાં આવી રહ્યા છે. જેમાં આજ રોજ મોરબી શહેરમાં 76 વર્ષના એક શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાથે 65 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. આ તમામ સેમ્પલને રિપોર્ટ માટે લેબમાં મોકલી દેવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવતીકાલે મંગળવારના રોજ જાહેર થશે.