કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની 12 જગ્યા માટે 3134 અરજીઓ આવીમોરબી : મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ખાલી પડેલી અને ભવિષ્યમાં ખાલી પડનાર વિવિધ જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરતી જાહેર કરતા નોકરી મેળવવા ઉમેદવારોએ અધધધ અરજી કરી હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસરથી લઈ ડેટા એન્ટ્રી ઓપરેટરોની ફક્તને ફક્ત 43 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલ ભરતીમાં 5581 ઉમેદવારોએ અરજી કરતા તંત્ર પણ ધંધે લાગ્યું છે અને ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે.જિલ્લા પંચાયત મોરબીના આરોગ્ય વિભાગમાં ખાલી પડેલી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, લેબ ટેક્નિશ્યન, સ્ટાફ નર્સ, આયુષ તબીબ, ફાર્માસીસ્ટ, એકાઉન્ટન્ટ સહિતની કુલ 43 જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા સમગ્ર રાજ્યમાંથી હંગામી નોકરી મેળવવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિમાં 5581 અરજીઓ આવી છે. નોંધનીય છે કે, 15 હજારથી લઈ રૂપિયા 75 હજારના માસિક પગાર ઓફર કરતી આ નોકરી ફક્તને ફક્ત 11 માસ પૂરતી જ સીમિત હોવા છતાં ગ્રેજ્યુએટથી લઈ તબીબો સહિતના ઉમેદવારોએ મોટી સંખ્યામાં નોકરી મેળવવા લાઈનો લગાવી છે. તે જોતા બેકારી કેટલી હદે વકરી છે તેનો ચિતાર મળી રહ્યો છે.કઈ જગ્યા માટે કેટલી અરજીપોસ્ટ જગ્યા અરજીકોમ્યુનિટી હેલ્થ ઓફિસર 12 3134લેબ ટેક્નિશ્યન 01 137સ્ટાફ નર્સ 03 859ફિમેલ હેલ્થ વર્કર્સ 04 373આયુષ તબીબ 04 823ડેટા એન્ટ્રી ઓપરેટર 01 074ફાર્માસીસ્ટ 14 051એકાઉન્ટન્ટ 01 060પ્રોગ્રામર 01 029મેડિકલ ઓફિસર 02 032કાઉન્સિલર 01 010કાશ્મીર રાજસ્થાનના અરજદારોએ પણ અરજી કરી મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે તદ્દન હંગામી ધોરણે ભરતી જાહેર કરી હોવા છતાં આ ભરતી માટે ગુજરાત તો ઠીક ગુજરાત બહારના ઉમેદવારોએ પણ નોકરી મેળવવા અરજી કરી છે જેમાં મેડિકલ ઓફિસર અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જેવી જગ્યા માટે કાશ્મીએ અને રાજસ્થાનના ઉમેદવારોએ પણ અરજી કરી હોવાનું સામે આવ્યું છે