મોરબી : મોરબી ઝોન-૫૧ માં ચાલી રહેલી ધોરણ ૧૨ (HSC) ની બોર્ડ પરીક્ષામાં આજે તારીખ ૧૦-૦૩-૨૦૨૬ ના રોજ લેવાયેલા પેપરની હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યાની વિગતો સામે આવી છે. મોરબી ઝોનના ઝોનલ અધિકારી દ્વારા આ આંકડાઓ સત્તાવાર રીતે પૂરા પાડવામાં આવ્યા છે.આજે લેવાયેલી પરીક્ષાના આંકડાકીય અહેવાલની વિગતો નીચે મુજબ છેગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે લેવાયેલા ગુજરાતી પ્રથમ ભાષાના (FL - 1) પેપરમાં કુલ ૬૪૫૯ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી ૬૪૧૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૪૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે લેવાયેલા અંગ્રેજી પ્રથમ ભાષાના (FL - 6) પેપરમાં કુલ ૨૨૨ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી ૨૧૯ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને ૩ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #HSCExam2026 #GujaratBoardExam #EducationNews #MorbiZone