મોરબી જિલ્લામાં બહારથી આવેલા 31 લોકો સહિત આજે કુલ 41 લોકોના સેમ્પલ લેવાયા મોરબી સિવિલમાં 6, ક્રિષ્ના હોસ્પિટલમાં 2 અને અને રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં મોરબીના 2 અને અન્ય જિલ્લામાંથી મોરબીમાં આવેલા 31 સહિત ટોટલ 41 લોકોના સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા મોરબી : મોરબી જિલ્લામાં આજે 10 લોકોના સેમ્પલ લેવાયા બાદ અન્ય જિલ્લામાંથી મોરબી જિલ્લામાં આવેલા 31 લોકોના પણ કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે. આમ આજે કુલ 41 લોકોના સેમ્પલ લેવાયા છે. મોરબી આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ મોરબી જિલ્લામાં આજે બપોર સુધીમાં 10 સેમ્પલ લેવાયા હતા. જેમાં મોરબી સિવિલમાં દાખલ 20 વર્ષની મકનસરની યુવતી, ગ્રીનચોકના 13 વર્ષના બાળક અને રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સારવારમાં રહેલા 65 વર્ષના બેલા ગામના વૃદ્ધ અને 60 વર્ષના ટંકારાના ઓટલા ગામના વૃદ્ધ તેમજ અન્ય મોરબી સિવિલમાં અન્ય સારવારમાં આવેલા 4 અને ક્રિષ્ના હોસ્પિટલમાં અન્ય સારવારમાં આવેલા 2 લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આજે આરોગ્ય વિભાગ દ્વારા અન્ય જિલ્લા અને રાજ્યો માંથી આવેલા 31 લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આમ મોરબી જિલ્લામાં આજે સોમવારે કુલ 41 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે. જેમના રિપોર્ટ કાલે આવશે.