મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. આજે તારીખ 9 માર્ચ 2026ના રોજ મોરબીમાં લેવાયેલી પરીક્ષામાં હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓના આંકડાઓ સામે આવ્યા છે.એસ.એસ.સી. (ધોરણ 10) ની પરીક્ષામાં મોરબી ઝોન 125 ખાતે આજે ચોથા દિવસે સ્ટેન્ડર્ડ ગણિત 12 અને અંગ્રેજી 506 વિષયની પરીક્ષા યોજાઈ હતી. પ્રાપ્ત આંકડા મુજબ, આ બંને વિષયોમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં કુલ 475 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી 473 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જ્યારે સ્ટેન્ડર્ડ ગણિતના ગુજરાતી માધ્યમના 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી વિષયમાં અને અંગ્રેજી માધ્યમમાં 100% હાજરી જોવા મળી હતી.જ્યારે એચ.એસ.સી. (ધોરણ 12) ની સવારના સત્રની પરીક્ષાના આંકડા જોઈએ તો, મોરબી ઝોન 51 ખાતે 9 માર્ચના રોજ રાજ્યશાસ્ત્ર (કોડ 23) વિષયની પરીક્ષા યોજાઈ હતી. આ વિષયમાં ગુજરાતી માધ્યમમાં 1 વિદ્યાર્થી નોંધાયેલ હતો અને તે 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો.આમ, આજે મોરબીના આ બે ઝોનના આંકડા મુજબ ધોરણ 10 માં 2 અને ધોરણ 12 માં 1 મળીને કુલ 3 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર નોંધાયા હતા.#Morbi #BoardExam2026 #MorbiUpdate #Education #SSCExam #HSCExam #GujaratBoard #MorbiNews