મોરબી : આજથી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. જેમાં આજે તારીખ 27-2-2025ના રોજ મોરબી ઝોન 125માં ગુજરાતી(FL)01, અંગ્રેજી (FL)04, અને સાહિત્યમ 502 પેપર લેવામાં આવ્યા છે. આ પેપરમાં કુલ 12,902 વિદ્યાર્થીઓમાંથી 216 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. જેમાં ગુજરાતી (FL) 01 પેપરમાં 12,483માંથી 12,268 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે 215 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. અંગ્રેજી (FL)04 પેપરમાં 398માંથી 397 વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે જ્યારે 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો છે. તેમજ સાહિત્યમ 502માં તમામ 21 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.