મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ 12 ની પરીક્ષા 2026 અંતર્ગત મોરબી ઝોન-51 માં આજ રોજ તારીખ 12-03-2026 ના રોજ લેવાયેલ વિવિધ વિષયોની પરીક્ષાની હાજરીની વિગતો જાહેર કરવામાં આવી છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજે એસ.પી.સી.સી. (એસ.પી.સી.સી.- 337) વિષયનું પેપર લેવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી માધ્યમમાં 4043 કુલ નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 4027 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 16 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા તમામ 166 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને એક પણ વિદ્યાર્થી ગેરહાજર રહ્યો ન હતો. આ રીતે એસ.પી.સી.સી. વિષયમાં કુલ 4209 વિદ્યાર્થીઓમાંથી 4193 વિદ્યાર્થીઓ હાજર અને 16 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.બીજી તરફ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં (HSC Science Exam 2026) આજે ગુજરાતી (ગુજરાતી FL -1) અને સંસ્કૃત (સંસ્કૃત - 129) વિષયની પરીક્ષા યોજાઈ હતી. ગુજરાતી વિષયમાં કુલ નોંધાયેલા 244 વિદ્યાર્થીઓમાંથી 241 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 3 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. જ્યારે સંસ્કૃત વિષયમાં કુલ 1480 વિદ્યાર્થીઓમાંથી 1479 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને માત્ર 1 વિદ્યાર્થી ગેરહાજર નોંધાયો હતો.આમ, મોરબી ઝોન-51 માં આજની ધોરણ 12 ની પરીક્ષામાં કુલ મળીને 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાનું ઝોનલ અધિકારી દ્વારા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #BoardExam2026 #HSCExam #ScienceStream #GeneralStream #EducationNews #MorbiNews #GujaratBoard