મોરબી : મોરબી મહાપાલિકા દ્વારા આવતીકાલે મંગળવારે સરદારબાગ સામે કાર્યક્રમ યોજાનાર છે. જ્યાંથી શહેરના વિવિધ રૂ.17.29 કરોડના 17 કામોનું ખાતમુહૂર્ત થનાર છે. આ કામોની યાદી નીચે મુજબ છે.રોડના કામો● વર્ધમાન એપાર્ટમેન્ટથી આલાપ રોડ સુધી સી.સી. રોડ (રૂ.1.64 કરોડ)● લાયન્સનગરમાં સી.સી.રોડ (રૂ.39 લાખ)● ટાઉનહોલ પાસે હરીપાર્કમાં સી.સી.રોડ (રૂ.14 લાખ)● લક્ષ્મીનારાયણ શેરી-2 સી.સી.રોડ (રૂ.33 લાખ)● અરીહંત સોસાયટીમાં સી.સી. રોડ (રૂ.28 લાખ)● માધાપર મેઈન રોડ સી.સી.રોડ (રૂ.49 લાખ)● રાજસાહેબ બેકરી શેરી સી.સી. રોડ (રૂ.42 લાખ)વોટર વર્કસનું કામ● શ્રીકુંજ ચોકડીથી સાસ્વત સોસાયટી પીવાના પાણી લાઈન (રૂ.45 લાખ)ગાર્ડનના કામો● સુરજ બાગ ડેવલોપમેન્ટનું કામ (રૂ.1.84 કરોડ)● શંકર આશ્રમ ડેવલોપમેન્ટનું કામ (રૂ.2.18 કરોડ)● કેસરબાગ ડેવલોપમેન્ટનું કામ (રૂ.3.14 કરોડ)ડ્રેનેજના કામો● કુળદેવી પાન ભુગર્ભ પમ્પીંગ સ્ટેશનથી સર્કીટ હાઉસ ભુગર્ભ પમ્પીંગ સ્ટેશન DI પાઈપ લાઈન નાખવાનું કામ (રૂ.34 લાખ)● પંચાસર નંદીઘરની પાસે આવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના બે વર્ષ માટે કોમ્પ્રહેન્સીવ O&Mનું કામ (રૂ.1.92 કરોડ)● નાની વાવડી ગામે નાની વાવડી ગ્રામ પંચાયત કચેરી રસ્તે ભૂગર્ભ ગટરની લાઈન નાખવાના કામ (રૂ.49 લાખ)● ત્રાજપર મેઈન રોડ ભૂગર્ભ ગટરની લાઈન નાખવાના કામ (રૂ.1.50 કરોડ)રોશની શાખાના કામો● શનાળા રોડથી ધુનડા તરફ જતા રસ્તે સ્ટ્રીટ લાઈન નાખવાનું કામ (રૂ.39 લાખ)● નાની વાવડી ગામથી બાયપાસ વાવડી ચોકડી સ્ટ્રીટ લાઈટ પોલનું કામ (રૂ.74 લાખ)● નવલખી ફાટક થી પરશુરામ બ્રિજ સુધી સ્ટ્રીટ લાઈટનું કામ (રૂ.53 લાખ)