આપના શહેર પ્રમુખે ફોટો જાહેર કરતા રેલવેએ બદલાવી દેવાની લગત વિભાગને સૂચના આપીમોરબી : મોરબીના રેલવે સ્ટેશને ફાટેલી હાલતમાં રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. આ અંગે આપના શહેર પ્રમુખે ફોટો જાહેર કરતા રેલવે રાષ્ટ્રધ્વજ બદલી દેવાની લગત વિભાગને સૂચના આપી છે.મોરબીના રેલવે સ્ટેશનમાં જે રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે. તે ફાટેલી હાલતમાં હોય, આ બાબત આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટને ધ્યાનમાં આવતા તેઓએ આ રાષ્ટ્રધ્વજના ફોટો પાડીને જાહેર કર્યા હતા. આ મામલે મોરબી રેલવે સ્ટેશનના ધર્મેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે એક-બે દિવસથી ફાટી ગયો છે. આ અંગે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટને જાણ કરી દેવામાં આવી છે. આ રાષ્ટ્રધ્વજને બદલી દેવામાં આવશે.