એવન્યુ પાર્ક સોસાયટીમાં મહિલાઓને કચરો નાખવા માટે 100 ફૂટ પાછળ દોડવું પડતું હોવાના આક્ષેપમોરબી અપડેટ : મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી એવન્યુ પાર્ક સોસાયટી શેરી નંબર 1 માં મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોર ટૂ ડોર કચરો એકત્ર કરવા માટે આવતી ટિપર વાન (ટ્રેક્ટર) ના ચાલકની મનમાની સામે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ, કચરો એકત્ર કરવા માટે ટિપર વાન મોકલવામાં આવે છે, પરંતુ ટ્રેક્ટરના ડ્રાઈવર દ્વારા વાહન ઊભું રાખવાને બદલે માત્ર વ્હીસલ વગાડીને વાહન સ્પીડમાં આગળ ભગાડી મૂકવામાં આવે છે. જેના કારણે સોસાયટીની બહેનો અને સિનિયર સિટિઝન મહિલાઓને કચરો આપવા માટે ટ્રેક્ટરની પાછળ 60 થી 70 મીટર એટલે કે લગભગ 100 ફૂટ સુધી દોડવું પડે છે. વારંવાર રજૂઆતો કરવા છતાં ચાલક સ્પીડમાં નીકળી જાય છે ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #RawaparRoad #AvenuePark #GarbageCollection #MunicipalCorporation #MorbiNews #GujaratNews