એલસીબી ટીમે દરોડો પાડયો આરોપીઓને મોરબી લાવી ઠમઠોર્યા હોવાની ચર્ચા વચ્ચે રૂપિયા 2 લાખ રોકડા કબ્જે હળવદ : હળવદના ઇશ્વરનગર ગામની સીમમાં આવેલ વાડીમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી લીધા હતા. જો કે, છુપી બેંક બનાવીને જુગાર રમતા જુગારીઓએ રોકડ રકમ ન દેખાડતા જુગારી ઝુંડને મોરબી લાવી ઠમઠોર્યા હોવાની ચર્ચા વચ્ચે આ દરોડામાં રોકડા રૂ. ૨,૦૦,૨૦૦ તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૨,૨૨,૨૦૦નો મુદામાલ કબ્જે લેવાયો છે. મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે ત્યારે મોરબી એલસીબી ટીમના પો.હેડ.કોન્સ. નિરવભાઇ મકવાણા તથા પો.કોન્સ. દશરથસિંહ પરમારને મળેલ બાતમીને આધારે એલસીબી ટીમે હળવદ તાલુકાના ઇશ્વરનગર ગામની બોરીયુ તરીકે ઓળખાતી સીમમાં ચંદ્રકાંત દેવજીભાઇની વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર કલબ ચલાવતો (૧) ચંદ્રકાંતભાઇ દેવજીભાઇ અધારા, ઉ.વ.૩૩, રહે. ઇશ્વરનગર, તા.હળવદ, જી. મોરબી (૨) ધર્મેન્દ્રભાઇ વાસુદેવ ભાઇ માકાસણા, ઉ.વ.૪૫, રહે.ચરાડવા, આંબલીવાળી શેરી, તા.હળવદ, જી.મોરબી (૩) હસમુખભાઇ પ્રભુભાઇ ગણેસીયા, ઉ.વ.૪૦, રહે.હળવદ, કરાચી કોલોની, તા.હળવદ, જી.મોરબી (૪) ભરતગીરી રતીગીરી ગોસાઇ, ઉ.વ. ૫૦, રહે, હળવદ, વાણીયાવાડ, તા. હળવદ, જી.મોરબી (૫) અરવિંદ મનજીભાઇ અધારા ઉ.વ.૩૮ રહે, જેતપર, તા.જી.મોરબી (૬) રૂપેશ લક્ષ્મણભાઇ કલોલા, ઉવ.૪ર રહે, મોરબી, સામાકાંઠે, સરસ્વતી સોસાયટી, શેરી નં.-૦૧, મુળ રહે. જેતપર, તા. જી.મોરબી (૭) શાંતિલાલ નારણભાઇ ફુલાણી, ઉ.વ.પ૭, રહે. કડીયાણા, તા.હળવદ, જી. મોરબી (૮) ચમન ધનજીભાઇ બાવરવા, ઉ.વ.૪૧, રહે. વાઘપર, તા.જી. મોરબી (૯) ચંદુલાલ જાદવજીભાઇ કાલરીયા ઉ.વ-પર, રહે. રોહીશાળા, તા. માળીયા મિ., જી. મોરબી વાળાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા અને પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રૂપીયા ૨૨,૦૨૦૦ તથા ગંજીપતાના પાના તથા મોબાઇલ ફોન નંગ-૯ કિ.રૂ.૨૨૦૦૦ મળી કુલ રૂ.૨,૨૨,૨૦૦ ના મુદામાલ કબ્જે કરી હળવદ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો. જુગારના આ દરોડામાં અઠંગ જુગારીઓ બુદ્ધિ પૂર્વક પૈસા છુપાવતા હોવાનું પોલીસના ધ્યાને આવતા તમામ આરોપીને મોરબી લાવવામાં આવ્યા હોવાનું અને પોલીસની પ્રસાદી ચાખડવામાં આવ્યા બાદ આટલી મોટી રકમ બહાર આવી હોવાની પણ જુગારી આલમમાં વ્યાપક ચર્ચા ઉઠી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જુગાર દરોડાની આ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, HC ચંદુભાઇ કાણોતરા, સંજયભાઇ મૈયડ, નિરવભાઇ મકવાણા, તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ.ચન્દ્રકાંતભાઇ વામજા, PC દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, ભગીરથસિંહ ઝાલા, હરેશભાઇ સરવૈયા, સતીષભાઇ કાંજીયા વગેરેએ કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..