ચાલુ ભઠ્ઠી ઉપર એ ડિવિઝન પોલીસનો દરોડો આથો સહિત 3750નો મુદ્દામાલ જપ્ત મોરબી : મોરબી શહેર જિલ્લામાં ઈંગ્લીશ દારૂની સાથો સાથ મોટા પ્રમાણમાં દેશી દારૂનું પણ વેચાણ થઈ રહ્યું છે ત્યારે ગઈકાલે એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ ઉપર ગોકુલનગર સરકારી સ્કૂલ નજીકથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ આરોપીને દબોચી લીધો હતો. એ ડિવિઝન પોલીસ ટીમને શનાળા બાયપાસ ઉપર ગોકુળનગર સરકારી શાળાની બાજુમાં આરોપી મનોજ શાંતીલાલ કડેવાર દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને દેશીદારૂનો આથો લીટર 650 કિંમત રૂપીયા 1300, દેશી દારૂ લીટર 20 કુલ કિ રૂ.400, ભઠ્ઠીના સાધનોમાં ગેસનો ચુલો નંગ-1 કિ રૂ. 500 તથા ગેસના બાટલો નંગ-1 કુલ કી.રૂ.1500 પ્લાના બેરલ નંગ-1 કુલ કિ રૂ.50 મળી કુલ રૂ.3750નો મુદામાલ મળી આવ્યો હતો. દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લેવા મામલે પોલીસે આરોપી મનોજ શાંતીલાલ કડેવારની અટકાયત કરી પ્રોહીબિશન એકટની કલમ ૬પ બી,સી,ઈ.એફ. મુજબ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..